ભદ્રંભદ્ર - પ્રકરણ - 26

  • 5.5k
  • 1.8k

કેસ નો નિકાલ થઈ જાય ત્યાં સુધી મુખ્ખોચ્ચાર્વ્યાપાર માં શાંત રહેવા ની ભદ્ર્ંભદ્ર ને મિત્રોએ સલાહ આપી. અને વિચાર કરી જોયા પહેલા અને વિચાર કરી જોયા પછી, તેમને એ ઠીક લાગ્યું, કોર્ટ શું કરશે એ વિશે ચિંતા કે ભય તો મને કાંઇ છેજ નહી એમ તેઓ વારંવાર કહેતા. તેમને એમ કહેવું હતું કે, સુધારાવાળા અથવા કાયદાવાળા વધારે માં વધારે શિક્ષા મૃત્યુ ની કરી શકે. પણ મૃત્યુ ને મેં જીત્યુ છે. વેદ મંત્રોચ્ચાર થી વાયુ ને ગતિમાન કરી સમિપ આવતાં મૃત્યુ ને હું દર હઠાવી શકુ છું. પૂર્વકાળ માં તપસ્વીઓ હજારોનાં હજાર વર્ષ જીવતા હતા તે સુધારાવાળા અને કાયદાવાળા માનતા નથી તે કેવળ તેમનું અજ્ઞાન છે. શબ્દધ્વનિ થી વાયુ માં ઊર્મિવાળી ગતિ ઉત્પન્ન થાય છે એમ પાશ્ચાત્ય પદાર્થ વિજ્ઞાનમાં કહે છે તે સુધારાવાળા તથા કાયદાવાળા ખરૂં માને છે અને તેથી જ સિદ્ધ થાય કે વેદમંત્રના ધ્વનિથી વાયુમાં એવી ઉર્મિઓ ઉત્પન્ન કરી તેના ધક્કાથી તપસ્વીઓ મૃત્યુને દૂર ને દૂર રાખી શકતા હતા. મંત્રના અર્થનું નહિ પણ શબ્દનું આ ફળ હતું (અને આવું ફળ તેમના જાણવામાં હતું એમ ઋગ્વેદસંહિતા થી જણાય છે). તેથી જ અર્થ સમજ્યા વિના મંત્રોચ્ચાર કરવાની ઋષિઓએ આજ્ઞા કરી છે. અર્થજ્ઞાનની આવશ્યક્તા વિશે સુધારાવળાઓ જે પ્રમાણ દર્શાવે છે