‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018

(29)
  • 5.1k
  • 2
  • 1.2k

મોહનની તો બંસરી હોય, પરંતુ આપણા આ મોહનની મધુ, મોહન માટે તો મોહનનાં જીવનમાં મધુ એ બંસરીથી પણ અધિક મીઠાં સૂર રેલાવી મોહનની જીંદગી મધુમય બનાવી. ભરૂચ જિલ્લાનાં પાદરિયા ગામે મોહનનો જન્મ. ચાર ભાઈ અને બે બહેન એમ છ ભાંડરચમાં સૌથી મોટો મોહન. મોહનના મા હીરાબેન કોઈક કામસર કરજણ તાલુકાના રારોદ ગામે ગયેલાં ત્યાં અનાજ કરિયાણાના વેપારી એવા માલેતુજાર શામળભાઈની પુત્રી મધુ સાથે મેટ્રીકમાં ભણતાં મોહન નું વેવીશાળ કરી દીધું. ઘરે આવી મોહનને જણાવ્યું તારા માટે વહુ શોધી લાવી છું. આ વાત ૧૯૫૫ ની સાલની તે જમાનામાં માબાપને ગમે તે છોકરી સાથે છોકરાનું નક્કી કરે,પૂછે પણ નહિ. આપણો મોહન તો મા ને મુખે વહુનું નામ સાંભળતા જ રાજીનાં રેડ. તરત બેન્ઝામિન ફેન્કલિનની લગ્ન વિશેની વાત યાદ આવી. ‘‘લગ્ન પહેલાં તમારી આંખ ઉઘાડી રાખજો લગ્ન પછી અડધી બંધ રાખજો.’’ અને મોહન એવું સમજ્યો કે લગ્ન પહેલાં માણસે બધું બરાબર જોવું. લગ્ન પછી આંખના ઉપયોગ અરધોઅરધ ઘટાડવો, કાનનો ઉપયોગ વધારે કરવો, વહુ બોલે તે સાંભળવું, પોતાના બધા જ વિચાર એની પર ઠોકી બેસાડવા નહિ, એવી સમજણ સાથે ભાવિ પત્ની સાથેનાં સહજીવનાં સપનામાં રાચતો.