જુગાર.કોમ

(50)
  • 4.6k
  • 10
  • 2.5k

મહાભારતનાં જુગટુકાંડમાં દ્રૌપદી હરાયાની ઘટનાનો પ્રતિઘોષ આપતી ઘટનામાં બે સ્ત્રીઓ દ્વારા જુગારમાં દાવ પર મુકાય છે: પતિદેવ.. એક વિરક્ત પુરૂષના જીવનમાં આવતા ઝંઝાવાતમાંથી ઉગરવા, સ્વયંને પૌરૂષી દાવ પર મુકી દેતા માણસની કથા એટલે જુગાર ડોટ કોમ .. સૌરાષ્ટ્રનાં નાનકડા ધોરાજી ગામથી શરૂં થયેલી કથા રાજસ્થાનનાં સીરોહી શહેર માં આકાર લેતી ઘુમરાયછે દિલ્હી, ઉતરાખંડ તરફ . એક યુવાન પોતાનાં પિતાનાં આક્રન્દી, વિસ્ફોટક, બયાનનું નાનકડું તર્પણ કરવા વેલેન્ટાઇન ડે ને દિવસે પોતાની પ્રેયસી, ભાવિ પત્નિ ને આપે છે, સાવ અનોખી ગિફ્ટ. જીંદગીનાં જુગાર માં અટવાતી ,ઘુમરાતી, ગુંથાતી કથામાં પિતા-પુત્રનો અહોભાવ તાદ્રશ્ય થાયછે. અને વિન્ની-નીલની પ્રણય પરિપક્વતા ચરિતાર્થ થાય છે.