અ સ્ટોરી... [chap-18]

  • 4.2k
  • 3
  • 1.3k

લાગણી અને ભાવાવેશો, સમાજ અને દુનિયાના વિચારો, તર્કો, રીતિરીવાજો અને ધારાધોરણોથી સંપૂર્ણ ભીન્ન પ્રકારે જ અસ્તિત્વ ધરાવતા હોય છે. કદાચ જીવનના દિલનો પ્રવાહ અને મારા દિલનો પ્રવાહ એક જ દિશામાં હતો, છતાં એ સ્વીકૃતિની કોઈ પરિભાષામાં માન્ય ગણી શકાય એવી ન હતી. અને કોઈ સંજોગોમાં એ પૂર્ણ થાય પણ ખરો તો જે કઈ આમારા વચ્ચે ઘટ્યું એ જરાય યોગ્ય તો ન જ હતું. સ્વરા અને જીનલના વિચારો મારા દિલ અને મન વચ્ચેનો તર્ક-વિતર્કોને વારંવાર પ્રભાવિત કરી રહ્યા હતા. તેમ છતાં પણ લાગણીઓનો પ્રવાહ સતત જીનલના અહેસાસમાં ભળી જતો હતો. સાચું તો એ પણ હતું કે જીનલ એ છોકરી હતી જેને પહેલી નજરે જોયા પછીથી જ મારૂ દિલ એના માટે આકર્ષણ અનુભવતું હતું. એ દ્રષ્ટીએ જો એ પણ મારી ઉમરના બરાબર હોત તો કદાચ આ સ્વીકાર્ય સંબંધ માટે ઉમર જેવા તત્વોનો કોઈ જ પ્રભાવ રહેતો નથી, તેમ છતાં મન માનવું અને એને મનાવવું એ તર્ક સતત ખટકતો હતો. read more...