આફત કનુ ભગદેવ 8: લાશ ગુમ.....! બરાબર અઢી વાગ્યા હિરાલાલની કાર ભૂપગઢ ખાતે પોતાની વાડીનાં ફાટક પાસે પહોંચીને ઊભી રહી ગઈ. વાડીના અંદરના ભાગમાં એણે ખાસ રજા ગાળવા માટે જ પાકું મકાન બનાવડાવ્યું હતું. ફાટકની બાજુમાં જ ચોકીદારની કેબિન હતી. કારના એન્જિનનો અવાજ સાંભળીને એ પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો. હિરાલાલની મોટરને ઓળખીને એણે તરત જ ફાટક ઉઘાડ્યું. કાર રાજેશ ચલાવતો હતો. એણે તરત કારને અંદર લઈ જઈને પાકાં મકાન પાસે ઊભી રાખી દીધી. સુનિતાના દેહને તેમણે સીટની નીચે રાખી દીધી હતો એટલે ચોકીદાર તેને જોઈ શકે તેમ નહોતો. ‘સાહેબ...’ ચોકીદાર નજીક આવીને બંને હાથ જોડતો આદર ભર્યા અવાજે બોલ્યો, ‘આપ