સાદાં ખમણ ફૂલેલાં હોય છે પરંતુ નાયલોન ખમણ એનાં કરતાં પણ વધારે ફૂલેલાં હોય છે. નાયલોન ખમણને નીચોવશો તો એમાંથી પાણી નીકળશે. સાદાં ખમણનો જે સ્વાદ હોય છે એ સ્વાદ કુદરતી હોય છે. એની ખટાશ પણ કુદરતી હોય છે. જયારે નાયલોન ખમણમા જે ખટાશ હોય છે, એ ખટાશ લીંબુના ફૂલના લીધે હોય છે. વળી, નોંધવા જેવી વાત એ છે કે, જીભના ચટાકા પૂરાં કરવામાં સાદાં ખમણની સામે નાયલોન ખમણ, તીખાશ અને મીઠાશને લીધે મેદાન મારી જાય. આમ તો આ આડવાત છે, મૂળ વાત બીજી કશી છે. મૂળ વાત કઈ છે એ જાણવા માટે આ લેખ વાંચશોજી.