સવજી સમજતો પણ તેને માંડવી યાદ આવતુ. માંડવીનું તેનું ઘર યાદ આવતું અને ગામની ભાગોળે મંદિરની આરતીનાં રવ તેને સંભળાતા.. તે ધૂળિયા ગામની દરેક પોળ - ગલી અને બજાર તે યાદમાં જીવંત હતા. તેને બંધન નડતા. ત્યાં જવા માટે પરવાનગી લેવી પડે તે વાત તેને ખૂંચતી... એક વખતે આ એક જ રાષ્ટ્ર હતું. પણ તેને ભાગલા પાડી દીધા... હવે તે વતન બની ગયું અને આ પરદેશ. માતૃભૂમિનો લગાવ તો માતૃભૂમિથી દૂર થાય. ત્યારે જ આવે ને અને આ મન પણ કેવું વિચિત્ર ! જે હોય તેની કદર નહીં , પરંતુ જે ન હોય તેની જ ઝંખના વધુ. તેનામાં વતનની વાત આવે અને મન અતાડું થાય... “રોટલો ના આપ્યો એટલે અહીં આવ્યો હતો ને ” હૃદયે નરમાશથી જવાબ આપ્યો !