અજ્ઞાત સંબંધ - ૧૬

(138)
  • 7.2k
  • 3
  • 2.5k

અચાનક ઈશાનનાં નાકમાં કંઈક ઘૂસ્યું. નશો થઈ જાય એટલી માદક ખુશ્બૂ તેના નાકમાં થઈ શરીરમાં પ્રવેશી. યંત્રવત રીતે કારને હેન્ડબ્રેક લાગી. આસ્ફાલ્ટનાં કાળા લીસા રોડ સાથે કારનાં ટાયરો ઘસાવાનો તિક્ષ્ણ અવાજ ઈશાનનાં કાન સુધી પહોચ્યો. એ સાથે જ કાર એકસો એંશી ડિગ્રી ઘૂમી ગઈ. એ ભાનમાં તો હતો, પણ જાણે પોતાના શરીર પર તેનો કાબુ નહોતો રહ્યો. બધું જ યંત્રવત બની રહ્યું હતું. કાર બમણા વેગથી સુરત તરફ પાછી વળી અને કોહિનૂર બિઝનેસ હબના પ્રાંગણમાં જઈને ઊભી રહી. ઈશાન કેપવાળું જેકેટ પહેરી નીચે ઉતર્યો. કમર પર બંને હાથ રાખી બિલ્ડિંગને ઘુરતો રહ્યો.