આપણે કોઈ બીજાથી પ્રેરણા લઈએ તેમ આપણે પણ એક સાધારણ ગુણથી કોઈને મદદરૂપ થઇ શકીએ કે પ્રેરણાદાયી થઇ શકીએ છીએ, જેમકે કોઈ વ્યક્તિએ બધી આશાઓ ગુમાવી દીધી હોય તો તેનામાં નવી આશાઓ જગાડવાની, તેને સાંત્વન આપવાનું કે જિંદગીમાં બધુ જ દુઃખમય હોતું નથી એ સમજાવવાનું અને એક નવું જોમ આપણે સહજ રીતે ભરી શકીએ છીએ. શક્ય હોય તો આર્થિક રીતે મદદ કરી કે કોઈ સંસ્થાઓના સહારે મદદ કરી શકાય. સહાનુભૂતિના બે બોલ પણ બહુ મોટું કામ કરી જાય છે. આપણે જયારે સુખ વહેંચવાની દુકાન જ ખોલી બેઠા હોય તો કોઈને દુઃખી કેમ રાખી શકીએ બસ... પ્રેમ આપો... સુખ આપો... તમે પણ કોઈને માટે પ્રેરણારૂપ બનશો એ ચોક્કસ !