વેર વિરાસત - 45

(82)
  • 5.7k
  • 5
  • 2.3k

વેર વિરાસત ભાગ - 45 પેરીસથી મુંબઈની ફ્લાઈટ જેટલેગ લાગે એટલી લાંબી હોતી નથી છતાં માધવીને લાગી હતી. મુંબઈ આવ્યાને બે દિવસ થવા આવ્યા છતાં શરીરનો થાક જાણે સાથ જ છોડવા માંગતો નહોતો તેમ અકારણે જ સુસ્તી વ્યાપી રહી હતી. એ થાક હતો કે મનમાં ચાલી રહેલાં ઘમાસાણનો સંતાપ ? ન સમજાય એવી વાત માધવી માટે નહોતી કે ન તો આરતીમાસી માટે. વર્ષોથી એક તાંતણે જોડાયેલાં મન અચાનક જ જોજન દૂર થઇ ગયા હતા એની દાહ પણ પજવી રહી હતી. 'માસી, તમે એટલું તો માનશો ને કે જે પણ થયું તે યોગ્ય નથી થયું ??' માધવીએ જેટલીવાર પોતાની ખામોશી તોડવા કર્યો ત્યારે ન ચાહવા છતાં એ