લગ્નમાં જમતી વખતે...

(28)
  • 4.1k
  • 4
  • 1.1k

જેમ બને તેમ તમારી થાળીમાં ખૂટતી અથવા તમને ભાવી ગયેલી આઈટમ, આજુબાજુ ફરતા ઓળખીતા કે અજાણ્યા નાના ટાબરિયાઓ પાસે જ મંગાવવી. તેઓમાં આ ટેલેન્ટ હોય છે. વળી જો ન છૂટકે તમારે ઉભું થવું પડે અને લાઈનમાં વચ્ચે ઘૂસ મારવી હોય તો તમારી આંગળીઓ શાક કે દાળમાં ડબોળવી કે તેલવાળી કરી આગળવાળા કાકા કે કાકીનાં નવા કપડાઓને અડાડતા હોય એ રીતે “કાકા...બે જ મિનીટ. ખાલી અંજીર રોલ જ” કહી તેમના કપડા બગડવાના હોય તેવો ભય તેમના મનમાં પેદા થાય તે રીતે લેવું જોઈએ. છેલ્લે દાળ-ભાત લેવા જતી વખતે, જો તમારી થાળીમાં કાઈ પણ ન ભાવતી વસ્તુ વધી હોય તો તેને તમારી ખાલી વાટકીમાં મૂકી શકો છો, કે જેથી તમે જેમ બને તેમ સારી દેખાતી થાલીનું પ્રદર્શન કરી શકો અને વધુમાં દાળ કે કડીને પ્રસરવામાં કોઈ અડચણ ન આવે!! લગ્ન બાકી હોય તેવા યુવાનોને જણાવવાનું કે દાળ-ભાતમાં દાળ વધારે આવી ગઈ હોય તો છેલ્લે થાળી મોઢે ન લગાવવી, એમ કરવાથી આજુબાજુ રોજ ઘરે આ રીતે દાળ પીતા લોકોની અંદરનો દેશી માણસ જાગી શકે છે અને તમારું ‘નેગેટીવ’ પ્રભુત્વ પ્રસરી શકે છે.