પ્રકરણ - ૩ ઈકબાલની સજા સવજી અને સવિતાના લગ્ન લેવાયા ત્યારે કેશુ મામા અને શાંતા મામી રાજી હતા. રંગે ચંગે પરણી ઉતર્યા અને વરઘોડિયા સાથે સુમિમામી પણ કરાંચી આવવા નીકળ્યા ત્યારે અમુલખ અને સમુબહેન દ્રવતા હતા. નાનો નાગજી પણ વ્યથિત હતો. માંડવી કરાંચીની મુસાફરી લાંબી હતી. પણ કેશુ મામાની જીપ અને એમ્બેસેડરમાં બધાં કરાંચી પહોંચ્યા. કેશુ મામાનાં ઘરથી થોડે દૂર સોસાયટીમાં દીકરીનું ઘર હતું. જેમાં ઘર સંસાર શરુ થયો. વાતાવરણ બદલાયું. તેથી સુમિ ભાભી પણ સ્વસ્થ થતા લાગ્યા. તેમના મોં ઉપર ચમક ત્યારે આવી જ્યારે સવિતાએ મહીનો ચૂકી ગયાનાં શુભ સમાચાર આપ્યા. તેમણે મૂક મને પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ