ભદ્રંભદ્ર - પ્રકરણ - 18

  • 4.8k
  • 1
  • 2.1k

મુખ પછાડી રાખી કોશ સાથે બળદ કૂવા ભણી જાય તેમ ઘેર જવા તરફ ચિત્ત છતાં હું ભદ્રંભદ્ર સાથે સંયોગીરાજના ઘર ભણી ચાલ્યો. ભદ્રંભદ્ર કહે, મોડું થઈ ગયું છે તે માટે દોડતા જઈએ તો વહેલા જવાય પણ અમથા દોડીઓ તો મૂર્ખ લોકો હસે માટે તું અગાડી દોડ અને હું ચોર ચોર કરતો પછાડી દોડું. મેં કહ્યું, બીજી હરકત તો કંઈ નથી પણ ચોર જાણી મને કોઈ પકડે અને ચોરને મારવાના ચાલતા સંપ્રદાય પ્રમાણે મને પણ મારે તો તો આપને કંઈ વાંધા જેવું નથી લાગતું પછી હું આપની આજ્ઞાને અનુસરવા તો તત્પર જ છું.