પૃથિવીવલ્લભ - 33

(150)
  • 19.9k
  • 11
  • 4k

૩૩. પૃથિવીવલ્લભ કેમ ખંચાયો સાત દિવસ સુધી મુંજે ભિક્ષા માગી ને પોતાનો દિÂગ્વજય કર્યો આખું ગામ તેની પાછળ ઘેલું થઈ ગયું દરેક નરનારી તૈલપને શાપ આપવા લાગ્યાં. દરેક જણ મુંજ બચે તેવી બાધા લેવા બેઠું. પણ આ વખતે તૈલપ છેતરાય તેમ નહોતો. મૃણાલ પર, મુંજ પર, મુંજની સાથે બોલે તેના પર સખત પહેરો અને શબ્દેશબ્દ તૈલપને કાને જતા. તૈલપને ધીમે-ધીમે માલવરાજના ચમત્કારી વ્યÂક્તત્વનું અને પોતાની કથળેલી બાજીનું ભાન આવતું ગયું. અને જેમ-જેમ આ ભાન આવતું ગયું તેમ-તેમ મુંજને મારી નાખવાનો સંકલ્પ તે દૃઢ કરતો ગયો.