વેર વિરાસત - 43

(72)
  • 5.6k
  • 3
  • 2.3k

વેર વિરાસત ભાગ - 43 'ગુડ મોર્નિંગ બાફનાજી....' સવારની પહોરમાં ખુલ્લા પગે ભીની લોન પર ચાલવાના નિયમ જાળવી લીધા પછી માધવને સૌથી પહેલું કામ ફાઈનાન્સર બાફનાને ફોન લાગવાનું કર્યું. આખી રાત પડખાં ફેરવવામાં જ વીતી હતી છતાં નિર્ણય લેવો જરૂરી હતો. એકવાર નિર્ણય લેવાઈ ગયો પછી મનને રાહત લાગી રહી હતી. ' અરે બોલો બોલો માધવનજી...સુનાઈયે, કૈસે યાદ કિયા ? ' ' બાફનાજી, જો તમને યાદ હોય તો થોડો સમય પહેલાં આપણે એક વાત કરી હતી. તમે ત્યારે રસ તો ઘણો દાખવ્યો હતો....' 'હા હા, બિલકુલ યાદ છે.... પણ, પછી કોઈ કારણવશ એ પ્રોજેક્ટ તમે જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધેલો... બરાબર ને ?