સોરઠી બહારવટીયા - ભાગ-3 - સંપૂર્ણ

(55)
  • 25.7k
  • 58
  • 9.7k

સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેર ના ઝાડવાંનાં અધસૂકેલાં ઠૂંઠાં એ ચોકને કાંઠે કાંઠે છૂટાછવાયા ઊભેલા છે. વચ્ચોવચ્ચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. એ ઝાડના થડ ઉપર સિંદૂરના બે ત્રિશુળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળીયા છે. તેના ઊપર પણ સિંદૂરનું અક્કેક ત્રિશુળ આલેખ્યું છે. એ પાવળીયાની મોખરે એક, બે, ત્રણ, ચાર અને પાંચ લાંબી હાર્યોમાં એંશીક જેટલી ખાંભીઓ ખાડેલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કૂંડાળા કંડારેલા છે. (બાઈ માણસનાં બે થાનેલાંની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીઓમાં કશું જ કોતરકામ નથી, જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે.