આ પ્રકરણમાં ત્રીજા વર્ગની વિટંબણાની વાત કરવામાં આવી છે. બર્દવાન સ્ટેશને ગાંધીજીને માંડ ત્રીજા વર્ગની ટિકિટ મળી.આ વર્ગમાં જગ્યા ન હોવાથી ગાંધીજી પત્નીને લઇને ઇન્ટરમાં બેઠા. આસનસોલ સ્ટેશને ગાર્ડ વધારાના પૈસા લેવા આવ્યો. ગાંધીજીએ કહ્યું કે તેમની પાસે જગ્યા ન હોવાથી તેઓ અહીં બેઠા છે. ગાર્ડે તેમને ટ્રેનમાંથી ઉતરી જવા કહ્યું છેવટે ગાંધીજીને પૂના પહોંચવાનું હોવાથી વધારાના પૈસા ચૂકવ્યા. સવારે મુગલસરાઇ આવ્યું. મગનલાલે ત્રીજા વર્ગની જગ્યા મેળવી લીધી. ગાંધીજીએ વધારાના રૂપિયા પાછા માંગવા માટે રેલવેના વડાને અરજી કરી. જો કે ટિકિટ કલેક્ટરે પ્રમાણપત્ર વિના વધારાના પૈસા પાછવા આપવાની શરૂઆતમાં તો ના પાડી પરંતુ તમારા કેસમાં અમે આપીશું તેમ કહ્યું. ગાંધીજીએ લખ્યું કે ત્રીજા વર્ગમાં કેટલાક મુસાફરોની ઉદ્ધતાઇ, ગંદકી, સ્વાર્થબુદ્ધિ, તેમનું અજ્ઞાન ઓછા નથી હોતા. કલ્યાણ સ્ટેશને ગાંધીજી અને મગનલાલ ખુલ્લામાં પંપ નીચે નાહ્યા જ્યારે સર્વન્ટ્સ ઓફ સોસાયટીના કોલેએ કસ્તૂરબાને બીજા વર્ગની કોટડીમાં નહાવા લઇ જવાનું કહ્યું. ગાંધીજીએ સંકોચ સાથે આનો સ્વીકાર કર્યો.