અજ્ઞાત સંબંધ - ૧૩

(139)
  • 7.5k
  • 6
  • 2.5k

તરત જ આ જુવાન એન્જીનિયરનું દિમાગ દોડવા માંડ્યું. તેણે તરત જ રિયાને કોલ કર્યો, “રિયા ! મેં નક્કી કરી લીધું છે. આપણે તારી મમ્મીની આખરી નિશાની પરત લેવા માટે સુરત જઈશું.” વનરાજની વાત સાંભળીને રિયા ખૂબ ખુશ થઈ ગઈ અને ફોનમાં જ વનરાજનો આભાર વ્યક્ત કરતાં કેટલાંય અદ્રશ્ય ચુંબનો એણે મનોમન વનરાજને જડી દીધાં. વનરાજ ફોન કટ કરતાં મનમાં બબડ્યો, “રિયા ! આપણે તારા જીવન સાથેના આ ‘અજ્ઞાત સંબંધ’ને જ્ઞાત કરવા જઈ રહ્યાં છીએ.” એણે આખરે મન મક્કમ કરીને સુરત જવાનો નિશ્ચય કરી લીધો હતો.