શિવતત્વ - પ્રકરણ-15

(12)
  • 4.7k
  • 2
  • 1.8k

શિવતત્ત્વ: ૧૫ (શિવનો યક્ષ અવતાર) કેન ઉપનિષદ્‌ની કથા છે. સમુદ્રમંથન પછી નીકળેલા અમૃતને દેવો અને દાનવોમાં સમાનપણે વહેંચવાની જવાબદારી ભગવાન વિષ્ણુંએ ઉઠાવી, પરંતુ ભગવાન વિષ્ણુ અમૃતને વહેંચે એ પહેલાં જ અમુક અસુરો અધીર થઈને ધન્વંતરિના હાથમાંથી અમૃત કળશ લઈને ભાગી ગયા. જેને ભગવાન વિષ્ણુ વિશ્વમોહિની રૂપ ધરી પરત લઈ આવ્યા. પછીથી ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોમાં અમૃત વહેંચણી શરૂ કરી. જેમાં પહેલો વારો દેવોનો રખાયો, કારણ કે અસુરોએ અમૃત છીનવવાનો અપરાધ કર્યો હતો. જેથી પ્રથમ વિતરણ દેવો વચ્ચે થશે તેમ બંનેની સહમતિથી નક્કી થયું. આ રીતે દેવોની વચ્ચે અમૃતના વિતરણની શરૂઆત થઈ, પરંતુ એક અસુર દેવોનો વેશ ધરીને દેવોની વચ્ચે ઘૂસી ગયો અને તેણે અમૃત પી લીધું.