શિવતત્વ - પ્રકરણ-11

(13)
  • 6.3k
  • 1
  • 1.8k

શિવતત્ત્વ: ૧૧ (એક માત્ર શિવ જ પૂર્ણ સ્વરૂપ) શિવપુરાણની કથા છે કે મહાદેવને ઈન્દ્ર સહિતના દેવોના અહંકાર, સ્વાર્થ અને લોલુપતા ઉપર જે ક્રોધ થયો તે ક્રોધ કર્મનો હિસાબ પૂરો કરવા એક બાળકરૂપે જન્મ્યો. જેને સમુદ્રદેવે સાચવ્યો અને મત્સ્યકન્યાએ તેનો ઉછેર કર્યો. સમુદ્રે સાચવ્યો હોવાથી તે બાળકનું નામ જલંધર પડ્યું. જલંધરની માતા મત્સ્યકન્યાની ઈન્દ્રે હત્યા કરી. જેથી પૂર્વે જમા થયેલા પરોક્ષ અને આ જન્મનાં પ્રત્યક્ષ કર્મ કારણથી જલંઘર અને ઈન્દ્ર વચ્ચે વેર બંધાયું. જલંધર શિવથી પેદા થયો હોવાના કારણે તે શિવાંશ હતો. તેનામાં અતુલ્ય બળ અને સામર્થ્ય હતાં.