શિવતત્વ - પ્રકરણ-10

(13)
  • 4.5k
  • 1.8k

શિવતત્ત્વ: ૧૦ (શિવનું અઘોર સ્વરૂપ) મહાદેવના અઘોર રૂપથી ભારતમાં અઘોરી સાધુઓનો અઘોરપંથ શરૂ થયેલો છે. સામાન્ય માનવીના મનમાં ‘અઘોરી’ એવો શબ્દ સંભળાતાં જ કોઈ ઘોર રૂપની કલ્પનાઓ શરૂ થઈ જાય છે, પરંતુ ખરેખર તેમ નથી. અઘોર શબ્દનો અર્થ થાય છે જે ઘોર નથી તે. જે નિર્મલ અને ઘોર વિપત્તિથી રક્ષા કરનારું છે તે. મોટા ભાગે લોકો અઘોરી સાધુઓને પસંદ નથી કરતા, કારણ કે તેમની રહેણીકરણી અને આચાર-વ્યવહાર સામાન્ય લોકોને પસંદ પડે તેવાં નથી હોતાં. જેથી અઘોરી સાધુઓ પણ ભાગ્યે જ જાવા મળે છે. મહાદેવના અઘોર તંત્ર સ્થાપવા પાછળ પુરાણોએ સુંદર કથા કહી છે. જે સૃષ્ટિના પ્રકૃતિગત વિજ્ઞાન સાથે સંકળાયેલી છે.