અજ્ઞાત સંબંધ - ૧૦

(142)
  • 7.6k
  • 7
  • 2.6k

જાણે કોઈ ચલમનો બંધાણી હોય એમ એની આંખો લાલચોળ હતી. લાંબા સફેદ વાળ અને ચહેરો કરડો હતો. તેના ગળામાં કશુંક વિચિત્ર તાવીજ જેવું લટકી રહ્યું હતું. થોડીવાર તે વનરાજને નીરખી રહ્યો... પછી એક રહસ્યમય સ્મિત આપીને તેણે હળવેકથી વનરાજનાં માથા પર હાથ મૂક્યો. ચમત્કાર થયો હોય, એમ વનરાજનો ડાબો હાથ સળવળ્યો. પેલા પહાડી આદમીએ તેના માથા પર, કપાળ પર અને પછી તેના ચહેરા પર હળવેકથી હાથ ફેરવ્યો. વનરાજનું મસ્તિષ્ક જાણે લાંબી તંદ્રામાંથી જાગૃત થયું ! હળવેકથી વનરાજે આંખો ખોલી. સામે એ પહાડી માણસ ઊભો ઊભો તેને તાકી રહ્યો હતો. વનરાજે તેને ન ઓળખ્યો. તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો. પેલાએ ગરજતા અવાજે તેને કહ્યું, “રિયાની જિંદગીથી દૂર થઇ જા, નહીંતર અંજામ સારો નહીં આવે !”