જિંદગીની રમત

(12)
  • 5.3k
  • 4
  • 1.3k

જિંદગીની રમત એ મારા દ્રારા રચિત કવિતા સંગ્રહ છે... હૃદયના ધબકારની જેમ આપણાં દરેકની જિંદગીમાં પણ ઉતાર- ચઢાવ આવતાં જ હોય છે, અને એ ઉતાર-ચઢાવથી જિંદગી જીવંત લાગે છે. જિંદગી ક્યારેક એમ જ બીબાઢાળ જીવાતી હોય છે તો ક્યારેક ઝાંઝવાનાં જળની જેમ આપણને છેતરતી હોય છે, કોઈ વાર જિંદગી કલ્પના પણ ના કરી હોય એવી રમત રમે છે આપણી સાથે તો ક્યારેક એક દોસ્તની જેમ સફરમાં આપણો પડછાયો બની રહે છે, ક્યારેક એ એક સરસ મઝાના ફૂલની જેમ મહેકતી હોય છે તો ક્યારેક એ આપણાં શમણાંનું શહેર બની જાય છે, ક્યારેક જિંદગી એક વૃક્ષની જેમ એનો શીતળ છાયો આપે છે આપણનેે, તો ક્યારેક એ એક આત્મીય મિત્ર જેવી વ્હાલી લાગે છે, તો ક્યારેક અદ્રશ્ય પ્રેમની જેમ આપણી પર પ્રેમ વરસાવે છે અને આ બધાની વચ્ચે જિંદગી રેતની જેમ આપણાં હાથમાંથી સરકતી જાય છે... આશા રાખું છું મિત્રો કે તમને મારી કાવ્ય રચનાઓ પસંદ આવશે... મારી કાવ્ય રચનાઓ પારેવા પુસ્તકમાં પબ્લિશ થઇ ચૂકી છે.