પ્રેમનું પુષ્પ

(94)
  • 5.1k
  • 4
  • 1.2k

કોલેજમાં આજે રોઝ ડે હતો. કોઇ ભણવાના મૂડમાં ન હતું. સવારથી જ બધા ગુલાબના પુષ્પ લઇને આવી રહ્યા હતા. પરીતા માટે આજનો દિવસ મહત્વનો હતો. તેને હતું કે પુલક આજે તેને ગુલાબનું ફૂલ આપીને પોતાના પ્રેમનો એકરાર કરશે. તે કાગડોળે તેની રાહ જોઇ રહી હતી. ત્યાં જ તેની નજર કોલેજના ગેટ પર પડી. પુલકનો મિત્ર આસવ તેની મોંઘી કારમાંથી ગુલાબનું ફૂલ હાથમાં લઇને ઉતર્યો. પરીતા સાવધ થઇ ગઇ. છેલ્લા ઘણા દિવસથી તે પરીતા સાથે દોસ્તી વધારવા પ્રયત્ન કરી રહ્યો હતો. પણ પરીતા તેનાથી ભાગી રહી હતી. તેને ટાળી રહી હતી. પુલકનો ખાસ મિત્ર હતો એટલે કેમ છો સારું છે! નો વ્યવહાર જ રાખ્યો હતો. આજે તે આસવથી બચવા માગતી હતી, તેને ડર હતો કે આસવ ક્યાંક પ્રેમનો એકરાર કરી બેસશે તો...