‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આદિત્ય જેનું નામ 66 વર્ષની વયે અજિત છે અને એનું બાળપણમાં નામ આદિત્ય હતું. આવું કેમ એ બધુ જ નોવલમાં છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. પ્રકરણ 33માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ પહોંચી જાય છે પણ રાત્રે તેનો મિત્ર કિશન સાથે બરાબર વાત ના થઈ શકવાને કારણે આદિત્યને સ્ટેશન પર જ સૂઈ જવું પડ્યું. હવે શું થશે આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...