સૌભાગ્યવતી.

(28)
  • 9.4k
  • 3
  • 2.3k

મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૃ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે, પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહિ થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જુવાની રહે કશી ટાપટીપથી નહિ, સ્વાભાવિક રીતે જ. અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી.