નારે ના. જનમ્યો ત્યારે તો વેરીને પણ વહાલ આવે તેવો રૂપાળો અને તરવરીયો હતો. પણ તે ચાર વર્ષનો હતો ત્યારે મેનીન્જાઇટીસનો ભોગ બન્યો અને તાવ માથે ચઢી ગયો..છતી માવજતે કે પછી ડોક્ટરની બેદરકારી કે કોઇ પણ કારણે તેને ખેંચ આવી અને તે બેભાન થઇ ગયો. તે દિવસ અને આજની વાત તેનું શરીર વિકસે પણ મગજનો વિકાસ અટકી ગયો.