પરમહંસ યોગાનંદ

(14)
  • 8.3k
  • 8
  • 2.5k

પરમહંસ યોગાનંદ પરમહંસ યોગાનંદઃ પ્રેમાવતાર, યોગાવતાર, જ્ઞાનાવતાર, મહાવતાર પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા યોગદા સત્સંગ સોસાયટી ૧૨૫ વર્ષાેથી ભારતીય યોગ પરંપરાનાં મહત્વ અને જરૂરિયાતનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. યોગદા ‘યોગ’ અને ‘દા’ બે શબ્દનાં મિલનથી બને છે. ‘યોગ’નો અર્થ મિલન, સમત્વ અને સામંજસ્ય છે જ્યારે ‘દા’નો અર્થ જે એ આપે છે એવો થાય છે. મતલબ કે, ‘યોગદા’ એટલે ‘એ જે યોગ આપે છે.’ એ જ રીતે સત્સંગમાં પણ બે શબ્દ ‘સત’ અને ‘સંગ’ જોડાયેલા છે. જેનો અર્થ ‘સતની સાથે સંગ કરવો’ એવો થાય છે. ઈ.સ. ૧૯૧૬માં પરમહંસ યોગાનંદે ‘યોગદા સત્સંગ’ શબ્દનાં નિર્માણ સાથે વિશ્વ માનવોને ક્રિયા યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું.