તમારી વાતો કરવાની કળાથી અમે ખુબ જ ઈમ્પ્રેસ છીએ. પરંતુ તમે વાતોનો અંત લાવતા નથી અને વળી જે-તે વાતનું ‘કનક્લુઝન’ સામેવાળાને નક્કી કરવા પર છોડી દો છો, એમાં પાછો સામેવાળો એટલું બધું વિચારવા માંડે કે દસ-બાર વાળતો એમ જ ખરી જાય!! અમને ખબર છે કે ‘વાળવિજ્ઞાન’માં તમે પી.એચ.ડી કરેલ છે.પણ લગભગ છેલ્લા ઘણા વર્ષોથી તમારા નુસખા અપનાવ્યા છતાં લોકોના માથામાં નવા વાળનો એક ફણગો પણ ફૂટ્યો નથી. ક્યારેક તમે અમને માથામાં દહી નાખવાનું, ક્યારેક ડુંગળીનો રસ (જો કે આ પ્રયોગ કરતી વખતે ડુંગળીના રસ કરતા આંખોમાંથી રસ વધારે છુટતો હોય છે!!), કુવારપાઠું નાખવાનું અને છેલ્લે તમારા કાકાના મામાના ભાણીયાએ વાપરેલ તેલની સલાહ આપો છો. તમે સલાહ આપો છો એતો બરાબર પણ તમે જે આત્મવિશ્વાસથી આ સલાહ આપો છો, એટલો આત્મવિશ્વાસ તો આપણા મોદી સાહેબને પણ નહિ હોય!! વળી અમે તમારે ત્યાં આવીએ એ દિવસે અમે સવારે લોકલ સમાચારપત્ર પણ વાંચતા નથી. કારણકે અમને વિશ્વાસ હોય છે કે તેના કરતા પણ વધુ ‘ઓથેન્ટિક’ અને ‘ડીટેઇલ’ સમાચાર તમારે ત્યાં આવ્યા પછી મળશે, પછી ભલેને તે વાત- સ્પોર્ટ્સ, ધર્મ, ઝઘડાકે અર્થશાસ્ત્રની જ કેમ ન હોય