. શિયાળામાં અન્ય ઋતુઓ કરતાં ભૂખ વધારે લાગે છે. તેથી જરૂર કરતાં વધુ ખવાઈ જવાની શક્યતા વધી જાય છે. શિયાળામાં ભૂખ પણ સંતોષાય અને વજન ન વધે એ માટે દરરોજ સૂપ પીવાની ટેવ કેળવવી જોઈએ. અમે શિયાળામાં આપના માટે કેટલાક જાણીતા અને ટેસડો પડી જાય એવા સરસ અવનવા સૂપ લઇને આવ્યા છે. સૂપનો સ્વાદ જ્યારે તમે માણશો ત્યારે દરેક ચમચામાં તમને તેની ખાસિયત જણાઇ આવશે. જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે.