વન નાઈટ સ્ટેન્ડ: પત્ર પૂરો થતાં થતાં વિવેક ની હાલત અસ્થિર થઈ ગઈ.. વિવેક ને એવું લાગતું હતું કે આજે રવીનો બદલો લેતા લેતા પોતે પોતાની જિંદગી બરબાદ કરી દીધી.. પોતાની જાત ની એને દયા આવતી હતી.. પોતાની ભૂલ ની સજા એને મળી ગઈ હતી.. એ રડવા લાગ્યો અને માથું પકડી બેસી ગયો... આખરે એ ઉભો થયો.. પોતે આખી જિંદગી હેરાન નહીં થાય.. આ વન નાઈટ સ્ટેન્ડ એની લાઈફ ને નરક બનાવી ગયું એનો અહેસાસ એને કોરી ખાય રહ્યો હતો.. આખરે એને પલંગ ની ચાદર પંખા પર નાખી અને પલંગ પર એક ખુરશી મૂકી.. ખુરશી પર ચડી ચાદર નો બીજો છેડો પોતાના ગળા ફરતે બાંધ્યો અને ખુરશી ને પગ થી દુર કરી ને લટકી ગયો... વિવેક ના કર્માે ની સજા એને કોઈએ નહીં પણ પોતે આપી..