અજ્ઞાત સંબંધ - ૭

(148)
  • 7.7k
  • 5
  • 2.5k

એ ઝડપથી ત્યાંથી પહેલી જ લિફ્ટમાં બેસી ગયો. તે અંદર ઘુસી ગયો ત્યારે તેને ખબર પડી કે આ ‘લિફ્ટ નંબર ચાર’ છે. તેણે ગભરાઈને ‘ઈમરજન્સી’ બટન દબાવી દીધું. કેમકે એ સારી રીતે જાણતો હતો કે કોહિનૂર બિઝનેસ હબ ના બંને ભાગમાં ફક્ત ત્રણ-ત્રણ જ લિફ્ટ છે ! વધારામાં આ લિફ્ટ બેઝમેન્ટમાં જઈ રહી હતી, જ્યારે હકીકત એ છે કે ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે એક પણ અંડરગ્રાઉન્ડ વિભાગ નથી. તેણે બધાં બટન દબાવી દિધાં, પરંતુ એક પણ બટન કામ નહોતું કરતું. આખરે લિફ્ટ બેઝમેન્ટમાં જ ખુલી.