અદાણી મસાલા

(28)
  • 8.7k
  • 7
  • 2.1k

અદાણી મસાલા : ૧૯૫૫ની સાલમાં સ્વ. અનંતરાય અદાણી અને તેમના ધર્મપત્ની સ્વ. લાભકુંવરબેન અનંતરાય અદાણીએ આટકોટમાં પોતાના ઘરમાંથી મસાલાઓ બનાવીને ઓળખીતાઓમાં મોકલવાનું શરૂ કર્યું. ત્યારબાદ ૧૯૫૮-૫૯માં તેઓ રાજકોટ આવી ગયા અને રાજકોટનાં તેમનાં ઘરમાંથી સીઝનલ મસાલા બનાવી સૌ પ્રથમ તો રાજકોટથી છેક મુંબઈ સુધી કુટુંબ, પરિવાર અને મિત્રવર્ગમાં વહેચ્યા. અનંતરાયભાઈ મસાલાનાં માર્કેટિંગમાં ધ્યાન આપે જ્યારે લાભકુંવરબેન મસાલા બનાવવા અને તેનાં પેકિંગનું કામકાજ સંભાળે.