શિવતત્વ - પ્રકરણ-8 (શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર પુરાણકથા છે કે ભૃંગી નામના એક ઋષિ શિવના અનન્ય ભક્ત હતા. પરંતુ તેઓ માત્ર શિવમાં જ માનતા હતા. શિવ સિવાય અન્ય કોઈ દેવી-દેવતાને કે ખુદ શિવપત્ની પાર્વતીને માનવા કે કોઈપણ રીતે સ્વીકારવા તૈયાર ન હતા. શિવ જ સર્વ કાંઈ છે તે ભાવ સાથે દેખીતા જગતનો અને માતા પાર્વતીના રૂપનો તેઓમાં તિરસ્કાર પણ હતો. શિવભક્ત હોવાના નાતે તેઓ કૈલાસ પર આવતા અને શિવની જ્ઞાનસભામાં પણ ભાગ લેતા.