શિવતત્વ - પ્રકરણ-6 (શિવનું નટરાજ સ્વરૂપ) ફ્રાન્સ અને સ્વિત્ઝર્લૅન્ડની બોર્ડર ઉપર જીનિવા શહેર આવેલું છે. જ્યાં યુરોપિયન કન્ટ્રીના ન્યુક્લીયર રિસર્ચ (પરમાણુ સંશોધન) માટેની મોટી લૅબોરેટરી આવેલી છે. થોડા સમય પહેલા જર્મન વૈજ્ઞાનિક પીટર હીગ્સ અને ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝના કરાયેલા પરમાણુ સંશોધનોને આગળ વધારતાં આ લૅબોરેટરીએ ‘ગોડ પાર્ટિકલ’ તરીકે ઓળખાતા એક નવા આણ્વિક કણની શોધ કરી છે. જે કણ (પાર્ટિકલ)ને હીગ્ઝબોઝોન એવું નામ આપવામાં આવ્યું છે. વિજ્ઞાનની અણુ-પરમાણુ સંબંધી અત્યાર સુધીની શોધમાં હીગ્ઝબોઝોન (ગોડ પાર્ટિકલ) છેલ્લું તત્વ છે.