પૃથિવીવલ્લભ - 25

(74)
  • 9.5k
  • 5
  • 2.8k

પૃથિવીવલ્લભ - 25 (મુંજ) મૃણાલમાં બાર વર્ષની અવોઢાનું અજાણપણું હતું, સત્તર વર્ષની રસિકાનો અસંતોષ હતો, પ્રૌઢાથી પણ વધારે મસ્તી હતી, વૃદ્ધાનું કલ્પનાહીન, અનુભવી, સ્વાર્થી મગજ હતું. બ્રહ્મચારિણીનું શરીરબળ હતું, ને ઉગ્ર તાપસીની કાર્યસાધકતા હતી. કોઈ દેવપદથી પડેલી દુર્ગા મદમસ્ત જાનવરનું સ્વરૂપ લઈ કદી ન અનુભવેલી એવી લાલસા સંતોષવા અવતરી હોય એવું તેનામાં લાગતું હતું.