પૃથિવીવલ્લભ - 23

(68)
  • 8.2k
  • 7
  • 2.9k

પૃથિવીવલ્લભ - 23 (તપની મહાસિદ્ધિ) મૃણાલ સંધ્યાકાળની વાટ જાતી બેઠી. દુનિયામાં કેટલાંક સુખ સહ્યાં જાય છે. કેટલાંક દુઃસહ થઈ પડે છે પણ વાલમની વાટ જાતાં થતી વેદના જેવી અસહ્ય વેદના બીજી એક હોતી નથી. તેમાં આવી વેદના મૃણાલને આ ઉંમરે પહેલવહેલી હતી. પોતાનું ધાર્યું કરવાની, બીજા પાસે કરાવવાની તેને ટેવ હતી પણ અત્યારે તે નિરાધાર હતી. છતાં આ નિરાધારીમાં, આ વેદનામાં સમાયેલું સુખ તેણે કદી અનુભવ્યું નહોતું. નવવધૂના ઉત્સાહથી તે સાયંકાળની વાટ જાતી હતી.