આખરે નિલાંગને ખ્યાલ આવી ગયો કે ચંદા હવે તેની વાત માનવાની નથી. એટલે તેને કહી દીધું: જો ચંદા, તારી જીદ હોય તો તું પૂરી કર. પણ આ કારણે કોઇપણ પરિસ્થિતિ ઊભી થશે તો તેના માટે તું જવાબદાર રહેશે. તેનો સામનો તારે એકલાએ જ કરવો પડશે. ચંદા બોલી: નિલાંગ, તમે તમારો સ્વાર્થ પૂરો કરી લીધો એટલે હાથ ઊંચા કરી રહ્યા છો. પણ વિશ્વાસ રાખજો તમારા જીવન પર કે કારકિર્દીમાં મારા કારણે કોઇ ડાઘ નહીં લાગે. મેં તમને આંધળો પ્રેમ કર્યો હતો. એની સજા પણ હું જ ભોગવીશ. નિલાંગે પછી કોઇ વાત કરી નહીં અને નીકળી ગયો.