કિતના ફૂટેજ ખાયેગા યાર કિ કહી ખો ગયા બહોત ભાવ ખા રહેલા હૈં તું તો! અબ બતા ભી દે અપને બારે મેં. કહીને સુક્કુ એ જરા પ્યાર થી બુચકારો કરી, માધવની બાજુમાં અડોઅડ બેસી, માધવના સાથળ પર ટપલી મારી. હમણાં જ નાહીને આવેલી સુક્કુ ના યુવાન શરીરની સુગંધ આંખ બંધ કરીને માધવ લેતો રહ્યો. ફરી સુક્કુ એ એને જરા ઢંઢોળ્યો. અરે મિસ્ટર, મૈં આપકી લાવણ્યા નહીં, સુક્કુ હું સુક્કુ. અને માધવ નો બંધ તૂટી ગયો. તે અસ્ખલિત બોલવા લાગ્યો, પોતાના નામ, ગામ, ને કામ વિષે. સુક્કુ પણ વચ્ચે વચ્ચે હા - હું કરતી હોંકારો દેતી તેને સાંભળતી ગઈ. થોડી વાર પછી અચાનક માધવની વહેતી વાણી અટકી. એ થૂંક ગળેથી નીચે ઉતારવા કોશીશ કરવા લાગ્યો. રુક જા, મૈં તેરે લીએ પાની લાતી હૂં. લગતા હૈ, ઇતના બોલ કે તેરા ગલા સુખ ગયા હૈં. કરતી તે પાણી લેવા બહાર ગઈ. its a collective novel