આંધળો પ્રેમ 7

(173)
  • 8.2k
  • 10
  • 3.6k

ચંદા મનથી સ્વસ્થ થઇ અને દરવાજો ખોલ્યો. જોયું તો માયા સાથે નિલાંગ ઊભો હતો. તેને પોતાની આંખ પર વિશ્વાસ ના આવ્યો. માયા પોતાના પતિને લઇ તેને મળવા આવી હતી. માયા બોલી: ચંદા, તારી ખબર પૂછવા તારા સાહેબ આવ્યા છે! તારા અભ્યાસનું જે પૂછવું હોય એ પૂછી લેજે. મેં એમને વાત કરી છે કે એનાથી હવે બહાર બહુ જઇ શકાશે નહીં એટલે અહીં આવીને માર્ગદર્શન આપજો... તમે બેસો હું પેશન્ટ જોવા જઉં છું.... માયા સડસડાટ નીકળી ગઇ. માયા ગઇ એટલે નિલાંગે સવાલોની ઝડી વરસાવી દીધી.