સરસ સૂપ

(39)
  • 3.8k
  • 2
  • 1.1k

સૂપ તમારી એર્નજીને વધારે છે અને સાથે જ તમને અનેક રોગોની સામે લડવાની શક્તિ પણ આપે છે. વિવિધ પ્રકારના ટેસ્ટી સૂપ તમારી ભૂખને પણ ઉઘાડવામાં તમારી મદદ કરે છે. શરીરને માટે એક બૂસ્ટઅપનું કામ કરે છે. જોકે, ઘરે બનાવેલા જ સૂપ જ આરોગ્ય માટે લાભદાયક છે. માર્કેટમાં વેચાતા ઇન્સ્ટન્ટ સૂપ આરોગ્ય માટે હાનિકારક હોવાનું તારણ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર - CERCના અભ્યાસમાં સામે આવ્યું છે. એટલે ઘરે જ બનાવીને ઉપયોગમાં લઇ લાભ મેળવી શકાય એ માટે અમે શિયાળામાં આપના માટે કેટલાક જાણીતા અને મજા આવી જાય એવા સરસ અવનવા ૧૧ સૂપ લઇને આવ્યા છે.