આગળ આપને જોયું એમ સમર્થને પસ્તીવાળા જોડેથી પ્રણવની ડાયરી મળે છે અને પછી એ ડાયરીમાં પ્રણવનો પ્રણય ત્રિકોણ રચાયેલ હોય છે જેમ આપને જોયું એમ પ્રણવ અને અભિની મુલાકાત પેહલા મોલમાં દેવિકા જોડે થાય છે અને પ્રણવ પેહલી જ નજરથી એનો આશિક બની જાય છે પણ પછી પ્રણવના અથાગ પ્રયત્નો છતાં પણ એ દેવિકાને ફેસબુકમાં શોધી શકતો નથી પણ થોડાક દિવસોમાં એની ફરી મુલાકાત દેવિકા જોડે થાય છે પણ આ વખતે એની જોડે એની ફ્રેન્ડ વૈભવી પણ હોય છે થોડાક જ સમયમાં પ્રણવ, દેવિકા, અભિરાજ અને વૈભવી સારા એવા મિત્રોનું ગ્રુપ બની જાય છે અને એક દિવસ અભિરાજના ઘરે મળવાનું નક્કી થાય છે દેવિકા અને પ્રણવ ત્યાં પહોચે છે હવે આગળ.....