ઓહ ! નયનતારા - 35

(29)
  • 3.9k
  • 1
  • 1.5k

ઓહ ! નયનતારા - 35 ૩૫. સૌથી રોમાંચક અનુભૂતિનું વર્ણન રૂપતારા અને તારા બંનેના ચહેરા જોતા જ ખ્યાલ આવી જાય કે બંને બહેનો છે. ‘રામ...! આ છાપાના ફોટાઓ જોઇને જરા પણ વિચલિત થતો નહી. નયનતારાને આ તમામ વિગતની જાણકારી છેલ્લા ઘણાં વર્ષાેથી છે. જયારે પહેલી વખત સારાહને તેની પુત્રી સાથે જોઈ હતી ત્યારે તારાની ઉમર લગભગ દસ વર્ષની હશે અને આ છોકરીનો ચહેરો જોતા જ મને ખબર પડી ગઈ હતી કે આ છોકરીનો બાપ તું છે. અને પછી થોડા દિવસો બાદ નયનતારાને આ વાત જણાવી હતી અને ત્યારે તેની પાસે એવું વચન લેધેલું કે આ બાબતે કદી પણ તારા પતિ સાથે કોઈપણ જાતની ચર્ચા આગળ કરવી નહિ.’ ભારતીભાભી મારી સામે ઊભા છે અને આ વાતની મને જાણ કરે છે.