લાર્જર ધેન લાઈફ – મહાત્મા

(16)
  • 4.8k
  • 5
  • 1.1k

રામ સંસ્કૃતિમાં માનવું કે રાવણ સંસ્કૃતિને અપનાવવી એ દરેકની અંગત પસંદગી હોઈ શકે. ગાંધીના વિચારમાં શ્રદ્ધા હોય કે ગોડસેની ગોળીમાં વિશ્વાસ હોય એ દરેકનો પોતીકો મત હોઈ શકે. મારે તો મને જડેલું સત્ય નવી પેઢીને રજું કરવું છે. તમારું સત્ય અલગ હોઈ શકે. પણ આ સત્ય માત્ર વોટ્સએપ કે ફેસબુકના ફેલાવેલા ગપ્પા કે કોઈ સંસ્થાએ ફેલાવેલી ભ્રામક માન્યતાના આધારે તો ન જ હોવું જોઈએ. કોઈને ક્રિટીસાઈઝ કરવા તમે કેટલો વિશ્વાસનીય અભ્યાસ કર્યો છે! આ જ આધાર હોઈ શકે કોઈ સત્યને રજુ કરવા માટે. મારો પણ આવો જ પ્રયાસ છે. ગુણવંત શાહ એવું કહેતા કે જેના વિશે આખા જીવનમાં કોઈ જ ગેરસમજ ન થઈ હોય એની મને દયા આવે છે. મહાત્મા ગાંધીના જીવનમાં તો ગેરસમજોની ભરમાર ફેલાવેલી છે. મારી પેઢીને સાચી વાતોની માહિતી નહીં મળે તો મને ડર છે કે કોઈ જુદી જ ભળતી વાતોમાં માનતી થઈ જશે. મારી વાતોમાં વિશ્વાસ કરવાની ભલામણ તો હું બીલકુલ કરતો નથી પણ હું ઈચ્છુ છું કે નવી પેઢી સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ કરે.