આ વાર્તા માત્ર એક વાર્તા નથી એક સંવેદના છે...લાગણી છે.એક સ્ત્રી જેના લગ્નજીવનમાં દેખાઇ આવે એવી તકલીફ નથી છતા પણ એ કોઇ વાતે સેટિસફાઇડ નથી..બધીજ વાતો બીલોરી કાચ લઇને જોવાની આદત છે એને..!મરી ગયેલી સ્ત્રીની સંવેદનાઓ એની આંખોમાં આવે છે...ટોળુ એને અજાણ્યુ લાગે છે...પોતાના પતિના મરવાનો વિચાર કરતી સ્ત્રી...એની કલ્પનામાં અજાણ્યો પુરૂષ આવે છે..!જાત સાથે પ્રમાણિક થતા આવડે છે એને..શું કહેશો તમે એને બધી વાતોના અંત સુ:ખદ ના જ હોય...નથી જ હોતા...કોઇની વણકહેલી પીડા વાંચી લેવી એ જ સંવેદના છે...સંવેદનાઓ અટકતી નથી...વિચારો અટકતા નથી...એટલે આ વાર્તા ક્યાંય પુરી થતી જ નથી....લખેલા અક્ષરો ખતમ થઇ જશે અને તમારા મનમાં કદાચ આમાથી જ કોઇ લાગતી-વળગતી વાત વેલ બની ઉગી નીકળશે...