જય સીયારામ ભગતનાં પેંડા

(18)
  • 12.5k
  • 2
  • 1.8k

રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડઃ ‘જય સીયારામ ભગતનાં પેંડા’ પેંડા મીઠાઈનાં રાજા છે. આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગ પેંડા વિના અધૂરો છે. એમાં પણ પેંડાનું નામ પડે એટલે રાજકોટ યાદ આવે. જાણે રાજકોટ અને પેંડા એકબીજાનાં પર્યાય હોય. આમ તો આખું રાજકોટ જ પ્રખ્યાત છે પણ જ્યારે રાજકોટનું શું-શું પ્રખ્યાત છે તો એમાં એક નામ રાજકોટનાં પેંડાનું આવે. રાજકોટમાં કોનાં પેંડા વખણાય તો સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે, રાજકોટનાં જય સીયારામ ભગત પેંડાવાલા રાજકોટથી સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ૧૯૩૩ની સાલમાં સૌ પ્રથમ હરજીવનભાઈ સેજપાલે દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી ત્યારથી લઈ આજ સુધી ‘જય સીયારામ ભગતનાં પેંડા’ રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડ બની છે.