ના એટલે ના

(70)
  • 4.5k
  • 3
  • 1.3k

અતરંગી જીવનમાં સતરંગી મહેફિલ ફરતા ફરતા ક્યારે કોણ મળી જાય છે અને જીવનમાં ભળી જાય છે કોને ખબર છે ઇશાને મળ્યા બાદ અંશ એવું જ સમજે છે કે હવે મારી દુનિયામાં મને ગમતા પાત્રની શોધ પૂરી થઈ ગઈ છે...’ જાણે આગળની મંજીલ હવે આના વગર નહી નીકળે એમ જ લાગ્યા કરે, ધીમે ધીમે સમય જતાં એ વ્યક્તિના સાથની ટેવ જ્યારે આદત અને ઝૂનૂન બની જાય ત્યારે અનર્થ થઈ જવાની સંભાવના ઘણી હોય છે. મનની આ રમતમાં જો પ્રોપર સમયે ખુદને સંભાળી અને સાચવી લેવામાં આવે અથવા જે ઘડી એ સમજાય કે કઈક ખોટું થઈ રહ્યું છે, જો ત્યાથી પાછા વળી જવામાં આવે તો ઘણી જીંદગી બચી જાય છે. અમુક સંબંધ અધૂરા રહેવા જ સર્જાય છે, પરંતુ એને ખોટીરીતે શણગારવાની વાતમાં ના એટલે ના જ. આ જીવનની દરેક ક્ષણ રોમાન્સ, ઉત્સાહ અને રહાસ્યથી ભરપૂર છે, કોઈ એક પ્રસંગથી હારી જઇ નાસીપાસ થવાને બદલે આગળ વધતા રહેવું જોઈએ. આપણાં જીવનવિકાસમાં કોઈને નડીએ નહી, એ આપણું કામ હોય કે પછી અનાયાસે થઈ ગયેલો પ્રેમ.