ઉછીની કૂખ

(45)
  • 4.2k
  • 2
  • 981

એક માતાની સંવેદના તાદ્રશ્ય કરતી વાર્તા એટલે ઉછીની કૂખ ...કાંતામાસીને આમ તો મારી રામ કહાણી ખબર હતી પણ હમણાં બે દિવસ પહેલાં જે નવી ઉપાધી આવી એ એમને મેં કહી નહોતી. કારણકે હું વારંવાર તેમની પાસેથી મદદ લેતી રહેતી. દસ બાય પંદરની ચાલીમાં રહેવાં વાળા લોકોનાં હૃદય બસ્સો વારના બંગલામાં રહેતાં લોકો કરતાં ક્યાંય વિશાળ હોય છે. તેમની પાસે બીજું કંઈ હોય કે ન હોય પણ મન બહુ મોટું હોય છે. છ વરસ પહેલાં મા-બાપુ એકસીડન્ટમાં મરી ગયા પછી બે રૂમ રસોડાનું ભાડાનું મકાન છોડીને મારી એકની એક ગાંડી બેન સોનલને લઈને એક રૂમ વાળી ચાલીમાં રહેવાં આવી ગયેલી. ભગવાનની મહેરબાનીથી કાંતામાસી જેવાં માયાળુ પાડોશી મળ્યાં. મારી ત્રીસ વરસની જીંદગીમાં મેં એમના જેટલી માયાળુ વ્યક્તિ જોઈ નહોતી. અમારાં બંનેના જીવનમાં ઘણી સમાનતાઓ હતી. એમનાં પણ મા-બાપ મરી ગયેલાં અને મારાં પણ. એમનાં પણ કોઈ સંતાન ન હતાં અને મારાં પણ. એમનાં પણ ધણી મરી ગયેલાં અને મારાં પણ. અમે બંને એકબીજાને મા-દીકરી માનીને જીવનની ખોટ પૂરી કરવાની કોશિષ કરતાં