ઘર

(22)
  • 3.6k
  • 2
  • 914

ખૂબ હોંશથી અમે ધીમેધીમે ઘરની સજાવટ કરવા માંડી. બગીચાનો મને ખૂબ જ શોખ, જાતે છોડ લાવી બગીચો બનાવ્યો. હિંચકો બાંધ્યો. રવિવારની સવારે અમે બધાં બાગમાં જ ચા-નાસ્તો કરતાં અજવાળી રાત્રે અમારું સાંજનું ભોજન અગાસીમાં જ થતું. આમ, અમે હસી ખુશી આનંદથી રહેતા. મારું પોતાનું ઘર હોય એવું સપનું સાકાર થયું. હું ખૂબ જ ખુશ. એક દિવસ હિંચકે ઝૂલતા આપોઆપ ‘‘ઘર’’ વિશે કવિતા બની ગઈ અને એક સ્પર્ધામાં મારી આ કવિતાને પ્રથમ ઈનામ મળ્યું. સરલાનાં આગ્રહને વશ થઈ મધુમાસીએ એ કવિતા સંભળાવી. ભીંતે પાડેલ હોય ચીતોરડાં - ઘર એને કહેવાય. ઓરડે રમકડાં વેરવિખેર - ઘર એને કહેવાય. હોય બારણે ચંપલના ઢગ - ઘર એને કહેવાય. હોય જ્યાં ચકલીનો કલબલાટ - ઘર એને કહેવાય. રહતી અવર-જવર માનવકેરી - ઘર એને કહેવાય. આવકાર મધૂરો મહેમાનને મળે - ઘર એને કહેવાય. ફોરે સુંગંધ સંબંધની - ઘર એને કહેવાય. થાકેલાંને મળે હાશકારો - ઘર એને કહેવાય. નારીને લક્ષ્મી સમજી માન આપે - ઘર એને કહેવાય.