શિવતત્વ - પ્રકરણ-2 (શિવનું વાહન નંદી કોણ છે ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર પૌરાણિક કથા છે કે શિલાદ નામનો એક માણસ દુઃખી હતો, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. વાંઝિયાપણાનાં મહેણાં-ટોણાં અને ભવિષ્યની ચિંતાઓ તેને ગળે વળગીને પરેશાન કર્યા કરતી. જેથી એક સંતના કહેવા મુજબ તેણે ભગવાન શિવનું આરાધન શરૂ કર્યું. એક હજાર વર્ષની તપસ્યાના અંતે શિવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. શિલાદે કહ્યું, ભગવન્ આપ મને આપની ભÂક્ત કરે તેવો ઉત્તમ પુત્ર. શિવના તથાસ્તુ કહેવાથી શિલાદને એક તેજસ્વી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્રની પ્રાપ્તિથી શિલાદ ખૂબ જ આનંદિત હતો. તેથી તેણે તેના પુત્રનું નામ નંદી રાખ્યું.